Wednesday, April 14, 2010

ઇશ્વર ને આવી લક્ઝરી નથી હોતી !

દુખી થવું તો અધિક્રુત હક છે મનુષ્યો નો,
ઇશ્વર ને આવી લક્ઝરી નથી હોતી !

દર્દ ભરી ક્ષણ શ્રેષ્ઠ્તમ હિસ્સો છે જીવન નો,
માત્ર સુખ થી લદાયેલા જીવનમાં એ ખુમારી નથી હોતી.

મજા હોય છે જેવી સંઘર્ષ ના સૂકા રોટલા માં ; પ્રભુ !
ધરી દેવાયેલા છપ્પન ભોગ માં એવી કરારી નથી હોતી .

માત્ર સુખ ની વાંછના ; નિશાની છે કાયરો ની,
બહાદુરો ને તો આવી બીમારી નથી હોતી !

દરરોજ માંગવુ ને મળી જાય ; એ સ્થિતિ જ મોત છે,
આવી પડેલુ જીવી લેવાની દશા , આટલી ગોઝારી નથી હોતી !

- ચિંતન પટેલ

1 comment:

  1. મજા હોય છે જેવી સંઘર્ષ ના સૂકા રોટલા માં ; પ્રભુ !
    ધરી દેવાયેલા છપ્પન ભોગ માં એવી કરારી નથી હોતી
    I love this she'r..

    ReplyDelete

LIST

.........