Tuesday, August 30, 2011

કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;
જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા.

- જલન માતરી

1 comment:

  1. ‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
    બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

    તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
    બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

    અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
    અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

    સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
    ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

    અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
    અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?

    ReplyDelete

LIST

.........