આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં
ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં
સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો,
પણપાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં
દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાનહીં
રમેશ પારેખ
posted by pragna
બાપરે બાપ! શુ કરે છે આ કવિઓ,
ReplyDeleteસમજાતુ નથી, શુ લખે છે આ કવિઓ.
આમ તો ખાસ કઇં નથી પીતા એ લોકો,
તો શાના નશામા મ્હાલે છે આ કવિઓ?
છોકરીતો છોડો, ગોરી ગધી પર પણ,
ગઝલો ઢસડી નાંખે છે આ કવિઓ.
આડુ, અવળુ, વિચિત્ર લખી લખી ને,
ખુદને પણ મુંઝવી મારે છે આ કવિઓ.
આવુ લખી અને પાછુ પ્રકાશીત કરીને,
અક્ષરનો આતંકવાદ ફેલાવે છે કવિઓ.