Saturday, September 1, 2007

આમ શાને ?

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !

જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

-હેમેન શાહ

1 comment:

  1. Very nice gazal!
    એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે ! so true...!!

    Congrats Pragna for your blog!

    દેરસે આયે દુરસ્ત આયે..! ગુજરાતી બ્લોગ-જગતમાં હાર્દિક સ્વાગત...

    Please change your comment-setting, so anyone who don't have a blog can also leave a comment here... right now, it requires to login to blogspot.

    My website/blogs are...
    www.urmisaagar.com
    www.urmisaagar.com/urmi
    www.urmisaagar.com/saagar
    www.sarjansahiyaaru.wordpress.com

    ReplyDelete

LIST

.........