વીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કર
સપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર.
લોકો ખુલાસા માંગશે, સંબંધનાં
તેં આચરેલા છળ વિષે ,ચર્ચા ન કર.
ચર્ચાય તો ,ચર્ચાય છે સઘળું, પછી
તું આંસુ કે અંજળ વિષે ,ચર્ચા ન કર.
એકાદ હરણું હોય છે સહુમાં, અહીં
તું જળ અને મ્રુગજળ વિષે ,ચર્ચા ન કર.
જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
અમથી ,અસતનાં બળ વિષે ,ચર્ચા ન કર .
ડૉ.મહેશ રાવલ
આભાર પ્રજ્ઞાબેન!
ReplyDeleteમારી આ ગઝલ આપને ગમી-એ બદલ.
www.navesar.wordpress.com
એ મારો તૃતિય ગઝલ સંગ્રહ છે,જે હું નેટ પર પ્રસ્તુત કરી રહ્યો છું-ક્રમશઃ
www.drmaheshrawal.blogspot.com
નવેસર સિવાયની મારી ગઝલો-અને
www.shabdaswar.blogspot.com
મારો ઓડીયો બ્લોગ છે-જેમાં હું મારી ગઝલો મારા જ અવાજમાં પ્રસ્તુત કરૂં છું,શબ્દ અને સ્વર બન્નેમાં...!
મારા ૩ માંથી કોઇપણ બ્લોગની,કોઇપણ ગઝલ પોસ્ટ કરી શકો છો-મને આનંદ થશે.
એક સૂચન કરવું ગમશે કે,જો બે પંક્તિ પછી એક સ્પેસ આપીને ગઝલ પોસ્ટ કરશો તો,વધારે સારો ઉઠાવ આવશે અને વાંચવામાં પણ સહેલું પડશે,દરેક ગઝલ હો!
માત્ર આ જ નહીં ....