તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
જલન માતરી
પ્રજ્ઞાબેન!
ReplyDeleteજલનસાહેબની આ એમની"આઈડેન્ટીટી માર્ક"જેવી ગઝલ પ્રસ્તુત કરી,તમે જલન માતરી સાહેબને તમારા બ્લોગપર શબ્દદેહે જાણે કે,બિરાજમાન કરી દીધાં......!