બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે.
જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,
તો આવ હોઠ સુધી … શબ્દ થઈ ઊડી જાજે.
હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી,
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે.
તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ,
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે.
જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે
- જવાહર બક્ષી
પ્રજ્ઞાબેન, આઉં પણ કચ્છી ઐયા, (આપનો બ્લોગ મને ખુબ-ખુબ ગમ્યો.)
ReplyDeletenice collection. I started reading when i was love and wrote few after breakup.
ReplyDeletehttp://www.mybreakupdays.blogspot.com/