આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં ?’
જયંત પાઠક
વિખ્યાત હિંદી સાહિત્યકાર મુલ્કરાજ આનંદની એક વાર્તા છે.
ReplyDeleteમેળામા પિતા સાથે ગયેલો પાંચ વર્ષનો બાળક દરેક વસ્તુ માટે જીદ કરે છે. ગરીબ પિતા ના પાડે છે. બાળક રડે છે, ઝગડે છે, પિતાથી રિસાય છે. પિતા બાળકને ખિજાય છે. બાળક પિતા પર વધુ ગુસ્સે થાય છે અને રડે છે. પરંતુ મેળામા પિતાથી વિખુટો પડતાજ બધુ ભુલીને માત્ર “મને મારા પિતા પાસે લઇ જાવ” નુ જ રટણ કરવા લાગે છે.
બિલકુલ એમ જ જ્યા સુધી દિકરી ઘરમા જ હતી ત્યા સુધી ઘર-સંસારમા વ્યસ્ત રહેતી માતાને દિકરી જતા જ તેની ખોટ દેખાય છે.
બહુ જ સરસ કાવ્ય.