Thursday, June 16, 2011

અસ્તિત્વ

ઉઠતાંવેંત
એક મા તરીકે
બાળકોને
લંચબોક્સ, સ્કૂલબેગ, વોટરબેગ
આપે છે
એક પત્ની તરીકે
પતિને
પેન, રુમાલ, કપડા, ચાવી, પાકીટ
શોધી આપે છે
પણ, કોઇ નથી ખોળી આપતું
એના
ખોવાઇ ગયેલા અસ્તિત્વને….!!!!

એક કવયિત્રી

1 comment:

  1. એવુ તો નથી જ કે અસ્તિત્વને ખોળવુ પડે.
    અસ્તિત્વ એટલે શુ માત્ર સ્વ સાથે સંવાદ ?
    ના, અસ્તિત્વ એ તો
    એક સ્પંદન, એક અનુભવ કે અનુભુતિ કે અવસ્થા ....
    એક લાગણી નુ અસ્ખલિત વહી જતુ ઝરણુ ,
    જે છે,
    પણ શુ છે એ સમજાતુ નથી..
    સ્વ ની સાથે સાથે સહુને લઇ ને ચાલી જતી એક ક્ષણ, એ પણ અસ્તિત્વ !
    એ હંમેશા છે જ... સાથે ને સાથે ...
    હા, એનુ સ્વરૂપ કદાચ સંજોગો સાથે બદલાય છે,
    માટે ભ્રમિત થવાય છે કે એ નથી કે શુ?
    ના, પણ એ છે જ,
    તમારી સાથે જ .... પડછાયાની માફક જ ...
    ક્યારેક આગળ તો ક્યારેક પાછળ....
    પણ એ છે જ !

    ReplyDelete

LIST

.........