શબ્દનો સંગાથ છોડી ક્યાં જશું | |||||||||
અર્થ સાથે મૌન જોડી ક્યાં જશું | |||||||||
માત્ર લૂલા સ્વાર્થ ખાતર હર વખત | |||||||||
સત્યને તોડી-મરોડી ક્યાં જશું ! | |||||||||
શૂન્ય વત્તા શૂન્યના સામ્રાજ્યમાં | |||||||||
શૂન્યનું પ્રાધાન્ય તોડી ક્યાં જશું ! | |||||||||
કરગરે અસ્તિત્વ ખાતર લાગણી | |||||||||
એ હદે, એને વખોડી ક્યાં જશું | |||||||||
ક્યાં રહ્યો છે કોઇ સથવારો “મહેશ” | |||||||||
લઇ દશા આવી કફોડી ક્યાં જશું |
Nice one creative work
ReplyDelete