Monday, March 11, 2013

દર્દ જીરવી ગયો....

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો

સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો

સાવ ખૂણામાં મને નાખી દઈ
પૂછે છે “કેમ તું નંખાઈ ગયો?”

રોજ બદલ્યો મને થોડોથોડો
ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!

એનું પથ્થરપણું વધતું જ ગયું
પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો
આખરે ઊંઘતો ઝડપાઈ ગયો!

- હેમંત પુણેકર

1 comment:

  1. બહુ જ સુંદર.. દર્દને બહુ સારી રીતે વણી લીધું છે.

    ReplyDelete

LIST

.........