ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ
જવાય છે.
તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી ,
માટે
ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે
ઘણા બધા સપના ઓ છે મારી આંખો માં
થોડાક તે બતાવેલા , થોડાક મેં સંગરેલાં ,
કેટલાક સબંધો છે
મારી સાથે જોડાયેલા ,
ઘણા બધા ઈશ્વરે આપેલા ,
ને થોડા મેં
બનાવેલા ,
એ બધા મારા થી
છૂટી ન જાય એ
માટે
ધીમે ચાલ જિંદગી
મારા થી હંફાઈ જવાય છે .
કેટલીક લાગણીયો છે હૃદય માં ,
ગણી બધી ગમતી થોડી અણગમતી
કેટલીક જિમ્મેદારી ઓ છે ,
થોડીક જબરદસ્તી થોપેલી ,
થોડીક મેં સ્વીકારેલી
એ બધાનું
ભાર ઉંચકી ને
ચાલી શકુ એ માટે
ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે .
કેટલાક ના હૃદય માં સ્થાન બનાવવુ છે ,
ને ઘણાય નુ હૃદય માં સ્થાન ટકાવવુ છે ,
કુદરત ની સુંદરતા ને માણવી છે ,
ને કંઈક કરી
બતાવવુ છે ,
જિમ્મેદારી ઓ સાથે પોતાના સપના
પણ પુરા કરી શકુ
એ માટે ધીમે ચાલ જિંદગી
મારાથી હંફાઈ જવાય છે .
કોઈને કડવાસ થી યાદ કરું
કોઈને કડવાસ થી યાદ કરું
એવા વ્યવહાર ટાળ્યા છે ,
લોકો ના હૃદય માં હંમેશા મુસ્કુરાતી
યાદ બની ને રહું એવા પ્રયત્ન કર્યા છે ,
ભૂલ થી પણ
કોઈના હૃદય ને ઠેસ ન પહોચે
એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે ,
એ પ્રાર્થના ને વાસ્તવિકતા માં જોઈ શકુ
એ માટે ધીમે ચાલ જિંદગી
મારાથી હંફાઈ જવાય છે .
રેત ની જેમ સમય
મુઠ્ઠી માંથી સરકે છે ,
આજે સાથે ચાલીયે છીએ
કાલે સાથ છૂટી જાય , ખુબ પ્રેમ કરુ છું તને ,
આપણા બંન્ને નું સાથ યાદગાર બને
એ માટે ધીમે ચાલ જિંદગી
મારાથી હંફાઈ જવાય છે ,
.
No comments:
Post a Comment